વિદ્યાર્થીઓ અને યુવાનો તમાકુના વ્યસનથી બચી શકે તે માટે આણંદ જિલ્લામાં શાળાઓ આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરવા ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ આણંદ જિલ્લાની શાળાઓ આસપાસ સઘન તપાસણી કરતા જિલ્લાની 104 જેટલી શાળાઓ આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરતા ગલ્લાઓ માલુમ પડેલ હતા, જેને ધ્યાને લઈ તાત્કાલિક શાળાઓ આસપાસના પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરતા 30 થી વધુ ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા છે,