કાલોલ તાલુકાના જાંબુડી ગામે તળાવમાં પાણી પાડવા માટે પાઇપ લાઇન કરવામાં આવી છે.જે પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી લીકેજ થતાં રોડ ઉપર ખાડાઓ પડી જતાં ભુવાઓ પડી ગયાં છે.જેને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી આ રોડ ઉપર પડેલા ખાડાઓ વેહલી તકે પૂરી સમાર કામ કરવામાં આવે તેવી લોકમાંગ છે.