રાજપીપળા એસટી ડેપો ના સત્તાધીશો મુસાફરો ની સાવચેતી માટે કોઈ જોખમ નહીં લેતા હાલ માં રાજપીપળા થી દેડિયાપાડા જતી 6 રૂટ ની બસો સદંતર બંધ કરી છે, જોકે દેડિયાપાડા જતા મુસાફરો ને તકલીફ જરૂર પડી રહી છે પરંતુ એસટી વિભાગ પોતાની બસો અને મુસાફરો ની સેફ્ટી માટે આ રૂટ ની બસો બંધ કરી છે. આખા દિવસ દરમિયાન દેડિયાપાડા રૂટ ઉપર જતી 6 બસો બંધ થતા મુસાફરો ખાનગી વાહનો ના સહારે આવન જાવન કરી રહ્યા છે.