વડોદરા : જેતલપુર રોજ પર આવેલી રેસ્ટોરેન્ટમા નક્કી કર્યા મુજબ કામ પૂર્ણ કર્યા પહેલા જ પૈસા માંગવા કોન્ટ્રાક્ટર તેના માણસો આવી પહોંચ્યા.માલિકે પહેલા કામ પૂરૂં કરવા અને ત્યારબાદ પૈસા મળશે તેમ જણાવ્યું.આટલી વાતથી ઉશ્કેરાઇ જઇને ચાર જેટલા શખ્સો દ્વારા રેસ્ટોરેન્ટમાં ધમાલ મચાવવાની સાથે તોડફોડ કરવામાં આવી હતી.આખરે આ મામલો અકોટા પોલીસ મથકે પહોંચતા પોલીસે ધમાલ મચાવનારાઓની અટકાયત કરી હતી.જ્યારે બાબલના સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે.