ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત થીમ આધારિત સફાઈ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ ઉપક્રમે વેરાવળ અને સૂત્રાપાડા ખાતે સફાઈ કર્મચારીઓને સેફ્ટી કીટનું વિતરણ કરાયું હતું અને આરોગ્ય કેમ્પમાં તજજ્ઞો દ્વારા શ્રમયોગીઓને સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન અપાયું હતું.“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત વેરાવળ અને સૂત્રાપાડા ખાતે સફાઈ વોરિયર્સને સેનિટેશન અને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવી હતી અને “આરોગ્ય કેમ્પ” યોજાયો હતો.