સમગ્ર વિશ્વમાં અમેરિકા સામે ટેરીફ ની જંગ એ વર્તમાન સમયમાં મોટી લડત ચાલી રહી છે. એવા સંજોગોમાં ભારતે વિદેશી આયાત ડ્યુટી ના દરમાં મોટો ઘટાડો કર્યો. હાલ ભારતે કપાસ ની આયાત ડ્યુટી 11 ટકા આયાત ડ્યુટી હટાવી છે. સમગ્ર દેશમાં 336 લાખ ગાંસડીઓ ઉત્પાદન થાય છે એમાં 90 લાખ ગાંસડી તો ફક્ત ગુજરાત રાજ્ય ના ખેડૂતો ઉત્પાદન કરે છે. આયાત ડ્યુટી નો ઘટાડો ગુજરાતના ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. આ બાબતે નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી