વિજાપુર રેલ્વે નુ નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યારે મીટર ગેજ માંથી બ્રોડ ગેજ લાઈન નુ પરીવર્તન થઈ રહ્યું છે. રેલ્વે માટે ની ઓફીસ તેમજ પાર્કિંગ વ્યવસ્થા બનાવવા સહિત ની કામગીરી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ બ્રોડગેજ લાઈન નાખવાનું કામ ચાલુ છે. તો રેલ્વે ને અંડરબ્રીજ બનાવવા મા આવ્યા છે. હાલ માં રેલ્વે દ્વારા થઈ રહેલા વિકાસ ના કામ ને લઈ સાબરમતી થી રેલ ના બ્રીડગેજ લાઈન ના પાટા લઈ આવેલ રેલ માલ ગાડી ને જોવા આજરોજ બુધવારે બપોરે બે કલાકે લોકો ઉમટી પડયા હતા.