શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે માનસિક આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ, રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે 'વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે' અંતર્ગત માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય વક્તા તરીકે જનરલ હોસ્પિટલ રાજપીપળા ના માનસિક આરોગ્ય વિભાગના સાયકાટ્રીસ ડો. પ્રશાંત જરીવાલા અને ડો.અમીશા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે હોસ્પિટલના સહ કર્મિયો ડો. સોહીલ કોઠારી, ડો.સાન્યા, પણ ઉપસ્થિત રહ્યા હતા.