નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 13 વોર્ડો તેમજ એરુ, ધરગીરી અને તીઘરા વિસ્તારોમાં મળેલા 40 જેટલા શંકાસ્પદ બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગે આ તમામ બાંધકામોના માલિકો અને સંચાલકોને નોટિસ આપી 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2025 સુધી સાત દિવસની અંદર જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવાનો હુકમ કર્યો છે. જો નિર્ધારિત સમયગાળામાં પુરાવા રજૂ નહીં થાય, તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી.