ગોકુલધામ સોસાયટી માં રહેતા નંદકિશોર ની અગાઉ સુરત ના લિંબાયત વિસ્તાર માં રહેતો હતો ત્યારે શરદને તેની પત્નીના નંદ કિશોર સાથે આડાસંબંધ હોવાનો વહેમ હતો. નંદ કિશોર તેની પત્ની સાથે ફોન પર વાતચીત પણ કરતો હતો. શરદે તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ઝગડા બાદ તેની પત્ની રાત્રે જ ઘર છોડી જતી રહેતા ગુસ્સામાં શરદ વહેલી તાતીથૈયા પહોંચી ગયો હતો. ઘરમાં ઘૂસતાની સાથે જ તેણે પલંગ પર સુતેલા યાદવને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધુ હતું.