રાજકોટ: શહેરના મહિલા બ્રિજ પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. આ બ્રિજ પરના ખાડાઓને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.આજે પણ આવા જ એક અકસ્માતની ઘટના બની છે. જોકે, આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.