ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના મોરા વિસ્તારમાં રહેતા ધર્મીકભાઈ ઉર્ફે ધમો દિનેશભાઈ વેગડએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર સહાદ ઉર્ફે જોન્ટી અબ્દુલરજાક શેખએ પોતાની ફેસબુક આઈડી Jonty Shaikh પરથી હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું સ્ટેટસ મુક્યું હતું. જેને લઈ બે કોમ વચ્ચે વેરઝેર, દુશ્મનાવટ અને અસંતોષ ફેલાવાની સ્થિતિ ઊભી થઈ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.