આજે રામદેવપીરના જન્મોત્સવના પ્રારંભ સાથે જ ઢોલ નગારા અને ડીજે સાથે ગુંદાળા મા આવેલા રામદેપીરબાપાના મંદિર ખાતેથી ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવી હતી. આ નેજા યાત્રામાં રામદેવપીર મંડળના સભ્યો, સ્થાનિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે નેજા યાત્રા બાદ બીજા દિવસે રામદેવપીરનું આખ્યાન અને ડેગ દર્શન તેમજ ત્રીજા દિવસે મહાઆરતી મહાપ્રસાદ અને છેલ્લા દિવસે જ્યોત વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ