સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા ૮૦૦ તપસ્વીઓ નો બહુમાન સમારંભ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ની નિશ્રામાં યોજાયો: ૪ વર્ષ ની બાળકી ની અઠ્ઠાઈ થી માંડી ને ૧૦૮ દિવસ ના ઉપવાસ ની તપશ્ચર્યા કરનાર ધર્મેશ દોશી નું બહુમાન કરાયુ,વડોદરા શહેરમાં ૩૯ જૈન સંઘોના ૮૧૨ તપસ્વીઓ એ જુદીજુદી તપસ્ચર્યાઓ કરી હતી તેમનો બહુમાન સમારંભ લાલબાગ જૈન સંઘ માં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ની નિશ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો હતો.