ગોધરાના ગોંદરા વિસ્તારમાં પરિવારિક ઝગડામાં યુવક પર ચપ્પુથી હુમલો થયો. ફરિયાદી ફેસલ ઇમ્તીયાઝ ઘાંચી મુજબ, તે અને તેમના પિતા ઇમ્તીયાઝ ઘાંચી સમાધાન માટે લોકો સાથે ભેગા થયા હતા. દરમિયાન મેહબુબ સાદિક હઠીલાએ અપશબ્દો બોલતા પિતાએ વાંધો ઉઠાવતાં, મોહસીન સાદિક હઠીલા અને સિરાજ ખાલપાએ તેમને પકડી રાખ્યા અને મેહબુબે ચપ્પુથી ગળા તથા હાથ પર ઘા ઝીંક્યા. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થયા. ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા.