આદિત્યાણાની દાદર સીમમાં રહેલા યોગેશ્વર એસ.કે.વાયના ખેડૂતો લગાવેલ સોલાર સીસ્ટમના બીલીંગ અને મેઇન્ટેનન્સ બાબતે અઢળક ફરિયાદો સામે આવી હતી ત્યારે ખેડૂતોની ફરિયાદનું 24 કલાકમાં ફોલ્ટ મેઇન્ટેનન્સ કરવાનું હોય છે તેના બદલે 15 દિવસ સુધી કામ થતુ નથી. ખેડૂતોએ પોરબંદરના પી.જી.વી.સી.એલ.વર્તુળ કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા અને વર્તુળ કચેરીમાં રામધૂન બોલાવી હતી