22 ઓગસ્ટના દિવસે કડી સિંધી સમાજ દ્વારા ગઈ તારીખ 19 ઓગસ્ટના રોજ મણીનગર ખોખરા ખાતે આવેલ સેવન્થ ડે સ્કૂલમાં થયેલ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી ની હત્યા મામલે કડી મામલતદાર શ્રી ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.19 ઓગસ્ટના રોજ સ્કૂલ છૂટ્યા બાદ ધોરણ આઠના વિદ્યાર્થી અને અન્ય આઠ ઈસમોએ ભેગાં મળી નયન પર ચપ્પુથી હુમલો કર્યો હતો.બીજાં દિવસે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હત્યા ના બનાવ બાદ રોષે ભરાયેલા વાલીઓએ સ્કુલમાં તોડફોડ પણ કરી હતી.