દસાડા તાલુકામાં આવેલ માલવણ ચોકડી પર અમદાવાદ તરફથી આવતા એક બેફામ ટ્રેલર ચાલકે રોડ પર બેઠેલી પાંચ ગાયોને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કચેરી હતી ત્યારે આ ઘટના બાદ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે બજાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રેલર પર કબજો લઈ અને ટ્રાફિકને ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ગાયોને મોતને પગલે ડ્રાઇવર વિરૃદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ બજાણા પોલીસે હાથ ધરી હતી.