વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ રવિવાર વહેલી સવારે સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં જ વાંકાનેર પંથકમાં ખુશીની લહેર દોડી ઉઠી છે, ત્યારે હાલ પણ ડેમમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીની આવક જોતા તંત્ર દ્વારા નદી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા, તથા અન્ય લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે….