ભારત સરકાર ના ખેલ વિભાગ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયની સુચના અનુસાર દર વર્ષે ૨૯ ઓગષ્ટને સુપ્રસિદ્ધ હોકી પ્લેયર મેજર ધ્યાનચંદ ની જન્મ જયંતી ના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સડે* તરીકે ઉજવવામાં આવે છે.ઉપરાંત આ જ દિવસે વડાપ્રધાન દ્વારા 'ફીટ ઈન્ડિયા મુવમેન્ટ* લોન્ચ કરવામાં આવી હતી.ફીટ ઈન્ડિયા મિશન, ૨૯ ઓગષ્ટ થી ૩૧ ઓગષ્ટ-૨૦૨૫ દરમ્યાન રાષ્ટ્રવ્યાપી રમતગમત અને ફિટનેસ પ્રવૃતિઓની જીવંત શ્રેણી તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.