દેશના રમતહીરો અને હોકીના મહાન જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માનમાં તા.૨૯ ઓગસ્ટના નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી દેશભરમાં થવાની છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગંત ૩૧ ઓગસ્ટ સુધી ત્રિ-દિવસીય કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવવાના છે. રમત-ગમત પ્રત્યે નાગરિકો, યુવાનો તથા વિદ્યાર્થીઓમાં જાગૃતી આવે તથા રમતના માધ્યમથી નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત બની દૈનિક જીવનમાં રમતને અપનાવે તે હેતુ સાથે આ ત્રિ-દિવસીય કાર્યક્રમો દેશ, ગુજરાત સહિત કચ્છભરમાં પણ થવાના