ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. 26 ઓગસ્ટ સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું. જેથી મંગળવારે 2 વાગ્યા સુધીમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.