આજરોજ પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ આદિપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આદિપુર ડીસી-૫ વિસ્તારમાં આવેલ બાવળની ઝાડીઓમાંથી અંજારના બે આરોપીઓ હિરા ઉર્ફે પપ્પુ મુકેશભાઈ ભીલ તથા દિલીપ કમલેશભાઈ ભીલના કબ્જામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ -૪ મોટર સાયકલો કબજે કરી બંને ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.