સોનગઢ શહેરના પીપળ ફળિયા નજીક ચાર ઈસમોએ અદાવત રાખી ત્રણ ને માર માર્યો.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ અંગત અદાવત રાખી ફરિયાદી જીતુ શિંદે તેમજ અન્ય બે ઈસમ ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.જેમાં પોલીસે કરણ કોંકણી, રાજ કોંકણી, ટાયસન કોંકણી અને સાહિલ પઠાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.