This browser does not support the video element.
હરીશ ટોકીઝ નજીક બાઇકમાં આગ લાગી,ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
Porabandar City, Porbandar | Sep 8, 2025
શહેરના હરીશ ટોકીઝ નજીક ગઈકાલે રાત્રીના એક આગની ઘટના બની હતી.હરીશ ટોકીઝ નજીક પાર્ક કરેલ બાઇકમાં એકાએક આગ લાગી હતી.આ ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.