ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી ગાંજાનો જથ્થો લઈ સુરતના કતારગામ ખાતે ડિલિવરી કરવા આવેલ મહિલા સહિત ત્રણ આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે.ઉધના રેલ્વે સ્ટેશન સામે આવેલ પાર્કિગમાં થી ત્રણેયની ધરપકડ કરી 14.681 કિલોગ્રામ.ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.જ્યારે મુખ્ય સપ્લાયર સહિત રીસીવર ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.