ભાવનગર બોર તળાવ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર બોર તળાવ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કુંભારવાડા રામદેવનગર વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોય જે અંગે પોલીસે રેડ કરી જુગાર રમતા નવ ઈસમોને ઝડપી લીધા હતા. અને તમામ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.