ડોલવણ તાલુકાના વાંકલા થી પસાર થતી પુર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા.તાપી જિલ્લાના ડોલવણ અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે શુક્રવારના રોજ 11 કલાકે વાંકલા ગામેથી પસાર થતી પુર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.જેને લઈ સાવચેતીના ભાગરૂપે નદીના પટમાં નહીં જવા તંત્ર ઘ્વારા અપીલ કરવામાં આવી હતી.તો બીજી તરફ પુર્ણા નદી પર નિર્ભર ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી.