આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, બિટીએમ સંજયભાઈ, એટીએમ કિશોરભાઈ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેજસભાઈ ઉપસ્થિત રહ્યા. ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો—જીવામૃત, ધનજીવામૃત, આચ્છાદન અને મિશ્રપાક પર વિસ્તૃત ચર્ચા કરી. કાર્યક્રમમાં ગામના 150 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા. આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.