ગોધરાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને અને જિલ્લામાં ગોવિદ ગુરૂ યુનિવર્સિટી સ્થાપનાને ઘણાં લાબો સમય થવા છતાં યથાવત જરૂરી સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ પાર્થિવરાજસિહ કઠવાડિયાની ઉપસ્થિતિમાં તા 4 સપ્ટેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ ચેતન સિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અજીતસિહ ભાટી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિવિધ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતાએ પ્રહારો કર્યા હતા.