કાંકરેજ તાલુકાના શિહોરી કૃષિ કેન્દ્ર ખાતે ત્રિદીવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે મંગળવારે 5:00 કલાકે આ કાર્યક્રમનું સમાપન થયું હતું જેમાં મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કાંકરેજ તાલુકાના અને દિયોદર તાલુકાના 500 જેટલા ખેડૂતોને ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી હતી.