મહાનગરપાલિકા કચેરી સામે રોડ પર એક ઇસમે બાળકીના અડપલા કરતા સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો.મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના મહાનગરપાલિકા કચેરી સામે આવેલા મોલની બાજુમાં રોડ પર એક ઇસમે સાત વર્ષની માસુમ બાળકીને અડપલા કર્યા હતા, જે સ્થાનિક લોકો અને તેના વાલી જોઈ જતા સ્થાનિક લોકોએ ઈસમને ઝડપી લઇ મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી પોલીસને સોંપી દીધો, પોલીસ દ્વારા ઈસમ સામે કાર્યવાહી હાથ ધરી.