સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં હાલમાં પડેલ ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવા પામ્યા છે ત્યારે ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે ખેડૂતોના ઉભા પાકમા પાણી ભરાઈ જતા સમગ્ર પાક નષ્ટ થવા પામ્યો છે ત્યારે દસાડા ના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાક નષ્ટ થવાથી ખેડૂતોએ સરકાર પાસે પાક નિષ્ફળ અંગે સર્વેની માંગ કરી હતી.