ભાદરવી અમાસના મેળા ને લઈને કોળિયા ખાતે તડામાર તૈયારીઓ.આગામી તારીખ 23ને શનિવારના રોજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ હોય જેને લઇ ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેળો ભરાતો હોય છે અને લોકો સમુદ્ર સ્નાન માટે આવતા હોય છે. જેને લઈને તંત્ર દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત, તરવૈયાની ટીમ વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવી.