This browser does not support the video element.
ખંભાત: સોખડા સ્થિત એકતા ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસ લાગતા 2 શ્રમિકોના મોત, 2 શ્રમિકો ICU વિભાગમાં સારવાર હેઠળ દાખલ કરાયા.
Khambhat, Anand | Aug 22, 2025
ખંભાતના સોખડા સ્થિત એકતા ફૂડ ફ્રેશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકો દ્વારા ગંદા કચરાના ઈટીપી પ્લાન્ટમાં સફાઈ કરવા શ્રમિકોને ઉતાર્યા હતા. જે ETP પ્લાંન્ટમાં ઝેરી ગેસના અસરથી 27 વર્ષીય કિશન સુરેશભાઈ બારૈયા અને 63 વર્ષીય અરવિંદભાઈ બાબુભાઈ હરીજનનું મોત થયું છે. જ્યારે તેઓને બચાવવા પડેલા 32 વર્ષીય કિશનભાઇ સોમાભાઈ પઢીયાર અને 39 વર્ષીય રમેશભાઈ વિઠ્ઠલભાઈ ભોઈને પણ ઝેરી ગેસ લાગતાં કારિયાદ કેર હોસ્પિટલમાં ICU વિભાગમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે.