હાલોલના વરસડા રોડ ઉપર તા.1 સપ્ટેમ્બર સોમવારના રોજ સાજના સુમારે બે બાઈકો સામસામે ભટકાતા અક્સ્માત સર્જાયો હતો જેમા એક બાઇક ચાલક વિરાજ અરવિંદસિંહ રાઠોડનુ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય એક બાઇક ચાલકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામા આવ્યો હતો જ્યારે બનાવની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી વિરાજ રાઠોડના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામા આવ્યો હતો