મિની તરણેતરનાં નામે ઓળખાતો કચ્છનો સૌથી મોટો મેળો દર વર્ષે યોજાય છે, આ વર્ષે વરસાદની આગાહી વચ્ચે વરસાદી વાદળો મેળા ઉપર મંડરાતાં તમામ ધંધાર્થીઓ ઉચાટમાં છે અને વરસાદના વિઘ્નને પહોંચી વળવા વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. મેળાની વ્યવસ્થા માટે સાંયરા જૂથ ગ્રામ પંચાયત, ભોવા પરિવાર, યક્ષ દાદા મંદિરના ટ્રસ્ટીઓ અને મેળા સમિતિ વ્યવસ્થા સંભાળી રહી છે.