વિશ્વ બંધુત્વ દિવસ અંતર્ગત પ્રશિક્ષિકા રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન અભિયાન હાથ ધરાયું હતું.ભારત અને નેપાળ સહિત 6 હજારથી વધુ સેન્ટરો પર 22થી 25મી ઓગસ્ટ સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેના ભાગરૂપે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની જલધારા ચોકડી સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં રક્તદાન દાતાઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.