ભાવનગર ડીઆરએમ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર ભાવનગર ટર્મિનલ સ્ટેશનથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આગામી પર્યુષણ પર્વને ધ્યાને રાખી રેલવે વિભાગએ મુસાફરોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તારીખ 29-8 ને શુક્રવારના દિવસે ભાવનગર ટર્મિનસ થી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જે અંગે મુસાફરોને નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું.