ગાંધીનગર નજીક આવેલા છાલા ગામમાં એક દુકાન પાસે પાર્ક કરેલી અમુલ ડેરી પ્રોડક્ટ્સની એજન્સીની ઇકો ગાડીમાંથી 53 હજાર 753 રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ ચિલોડા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.આ રકમ તે દિવસે અલગ-અલગ દુકાનો અને હોટલોમાં વેચેલા માલની હતી. જે અંગે ડ્રાઇવર અશોકકુમાર મકવાણાએ તાત્કાલિક રાજદીપસિંહને ફોન કરીને જાણ કરી હતી. જેથી રાજદીપસિંહ સ્થળ પર પહોંચ્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.