સુરેન્દ્રનગર લાયન્સ અને લીયો ક્લબ સુરેન્દ્રનગર દ્વારા રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે 2000 થી વધુ સ્પર્ધકો દ્વારા બનાવેલ ગણપતિજીની વિવિધ કૃતિઓનુ કોંઢની વાડી ખાતે પ્રદર્શન યોજાયુ હતું. આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ આ કૃતિઓના વેચાણ થકી જે રકમ એકત્રીત થશે તે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ઉપયોગમાં લેવાશે.