પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉજવણી નિમિત્તે યોજાનારા "સેવા પખવાડિયા" કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપ સક્રિય બન્યું છે. પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ગોધરા તાલુકા અને નગર ભાજપની એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં પંચમહાલ ભાજપ પ્રમુખ મયંક દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધીને આગામી કાર્યક્રમોના સ