સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મારી બીજી મુલાકાત હતી અને પ્રથમ મુલાકાત કરતા પણ વધુ પ્રભાવિત થયો છું. સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રના એકીકરણ માં તેઓની ભૂમિકા પાર આધારિત પ્રદર્શન ખુબસુરત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, આ એવા દ્રશ્યો છે જેને તસ્વીરોમાં કેદ ન કરી શકાય વધુમાં યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે. નર્મદા નદી કિનારે સ્થાપિત કરાયેલ આ વિરાટ પ્રતિમાના પ્રથમ દર્શન માં જ સરદાર પટેલના અદભુત વ્યકતિત્વ અને ભારતની એકતાની મહાન ગાથા ને સામે લાવે છે.