મહુધા તાલુકાના ઉંદરા ગામની વર્ષો જુની જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતિમાં હતી.ટાંકી ઘણા સમયથી પડું પડું થઇ રહી હતી.જેને ઉતારવા માટે સ્થાનિકોએ વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી હતી.પણ કોઈ સાંભળતું ન હતું. જ્યાં જર્જરિત પાણીની ટાંકી હતી તે રસ્તેથી રોજ ઘણા બાળકો શાળાએ જવા તેમજ નોકરિયાતો પણ આજ રસ્તાનો ઉપયોગ કરતા હતા.