તમે પહેરેલા દાગીના કોઈ લઈ જશે "તેમ કહી દાગીના પડાવી લેતી ગડ્ડી ગેંગની ચોકબજાર પોલીસે સાબરકાંઠા અને અરવલ્લીથી ધરપકડ કરી છે.બાયડ અને ઇડર ખાતે આવેલ સંવેદનશીલ વિસ્તારમાંથી વિક્રમ સલાટ,હિતેશ સલાટ અને.મીના સલાટ ની ઝડપી પાડવામાં આવી છે.ચોકબજાર બહુચરાજી નગરમાં પગપાળા જતી મહિલાને આરોપીઓએ ટાર્ગેટ કરી સોનાના ઘરેણા પડાવી લીધા હતા.ઉપર પાંચસો ની અસલ નોટ અને નીચે કાગળની ગડ્ડી બતાવી"તમે પહેરેલ સોનાના દાગીના આગળ કોઈ પડાવી જશે તેમ જણાવી તમામ ઘરેણાં પડાવી લીધા હતા.