તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના 25 માર્ગો પર પાણી ફરી વળ્યા.તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ગ્રામીણ વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક લોકો અને વાહનચાલકોની સમસ્યા વધી હતી.શુક્રવારે 10 કલાકે જિલ્લાના અલગ અલગ તાલુકાના 25 માર્ગો પાણીમાં ગરકાવ રહેતા બંધ કરી વૈકલ્પિક માર્ગ પરથી જવા અપીલ કરાઈ હતી.