માંગરોળ તાલુકાના ઝંખવાવ અને વાંકલ ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ઝંખવાવ ગામે જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી તેમજ ઉમેભાઈ ચૌધરી સહિતના ગ્રામજનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સ્વાગત કર્યું હતું જ્યારે વાંકલ ગામે તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરાયું હતું ઉપરોક્ત બંને કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું