જામનગરની આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ તંત્ર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી.કાર્યકર બહેનોનું રજુઆત છે કે ઓનલાઈન કામગીરી કરવી તેમના માટે મુશ્કેલ તથા અવ્યવહારુ છે, તેથી ઓનલાઈન કામગીરીનો કડક વિરોધ વ્યક્ત કર્યો. પગાર વધારો કરવાની લાંબા સમયથી બાકી રહેલી માંગણી અંગે પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી.