ટેકાના ભાવે ખરીદીના મામલે બહુમાળી ભવન ચોક ખાતે ખેડૂતો તથા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મામલે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા કોંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો પાસે ટેકાના ભાવે માત્ર 68 મણ મગફળીની ખરીદી કરી રહી છે જે વધારીને 200 મણ કરવી જોઈએ અને તેમના પૈસા પણ તેમને તાત્કાલિક ચૂકવી દેવા જોઈએ.