છેલ્લા 15 વર્ષથી જય માતાજી ગ્રુપ દ્વારા નવરાત્રીનો આયોજન કરવામાં આવે છે. ત્યારે ભચાઉ શહેરમાં જય માતાજી ચોક ખાતે નવરાત્રીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જય માતાજી ગ્રુપના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા રાજાભાઈના હસ્તે રીબીન કાપીને નવરાત્રીને ખુલ્લી મૂકવામાં આવી હતી.